સિંહ ના ગળે સાંકળ??
હાલ વિજય સુંવાડાની ભાજપમાં જોડાવાની અફ્વા ચાલી રહી છે ત્યાં વિજય સુંવાળા માટે મોટો પ્રશ્ન ઉઠી રહયો છે કે સિંહ ના ગળે ભાજપ સાંકળ બાંધી શકે છે કે નહિ તો આવો જાણીએ કે સમગ્ર મામલો છે શું!
નિર્ણય મોકૂફહાલ બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ વિજય સુંવાડા પાર્ટીમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી ત્યારબાદ ઈશુદાન ગઢવીની તેમની સાથે મુલાકાત થઇ અને મુલાકાત બાદ બંને જણાયે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વ્યસ્ત કાર્યક્રમ હોવાને કારણે વિજય સુવાળા પાર્ટીને પૂરતો સમય આપી શકતા નથી તેથી તેમણે રાજીનામું આપવાની વાત કરી હતી પરંતુ ઈશુદાન ગઢવીના સમજાવ્યા બાદ તેમણે આ નિર્ણય મોકૂફ રાખ્યો છે અને વિજય સુંવાળા એ પણ નિવેદન આપ્યું હતું કે આ મુદ્દે હું વિચાર કરીશ અને હાલ પૂરતો આ નિર્ણય મોકૂફ રાખીશ.
રાજીનામાની વાત
આમ આદમી પાર્ટીના સૂત્રો દ્વારા જણાવા મળ્યું છે કે વિજય સુંવાળાને લઈ અફવાનું બજાર ગરમ છે પણ આ અફવા જેવું કંઈ પણ નથી વિજય સુંવાળા પાર્ટીમાં જ રહેશે અને વિજય સુવાળા ને ભાજપમાં જોડાવાની કદી ન તો ઇચ્છા હતી ન તો છે તેઓ પહેલાથી જ માને છે કે ભાજપના રાજામાં શિક્ષણમાં ક્રાંતિ આવી શકતી નથી અને તે આ જ કારણોસર આવી પાર્ટીમાં જોડાઈ શકતા નથી વધુમાં જણાવા મળી રહ્યું છે કે પોતાના વ્યસ્ત કાર્યક્રમને કારણે તેમણે રાજીનામાની વાત કરી હતી પરંતુ કોઈ પાર્ટી દ્વારા ખોટી અફવા ફેલાઈને વિજય સુંવાળા અને આમ આદમી પાર્ટી ને બદનામ કરવાનો ખેલ ચાલી રહ્યો છે.
મૂળ કમલમ છે??
વિજય સુવાળા ના નિવેદન પછી અને વિજય સુવાળાનું ભાજપમાં જોડાવું કેટલું શક્ય છે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે પરંતુ હાલ જે અફવાઓ ચાલી રહી છે તેનું મૂળ કમલમ છે તેવું આમ આદમી પાર્ટી ના સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
No comments:
Post a Comment