મનોમંથન
જુલાઈ 2022 માં વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નો સમયગાળો પૂર્ણ થાય છે તે પહેલાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે ને રાષ્ટ્રપતિ ના નામ અંગે અત્યારથી મનોમંથન શરૂ થઇ ગયા છે અને એક અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે ભાજપ વિશ્વને સંદેશો આપવા માટે મુસ્લિમ અથવા મહિલા ચહેરો આગળ કરી ચૂંટણી લડી શકે છે આ પહેલા પણ વૈજ્ઞાનિક અબ્દુલ કલામને ભાજપે રાષ્ટ્રપતિના ઉમેદવાર ઘોષિત કરી ને સૌઓને ચકિત કર્યા હતા.
રાષ્ટ્રપતિના ઉમેદવાર
મહિલા ઉમેદવાર તરીકે આનંદીબેન પટેલ સૌથી આગળ છે આનંદીબેન પટેલ ગુજરાતના સીએમ રહી ચૂક્યા છે અને તેઓ નરેન્દ્ર મોદીના સૌથી નજીકના ગણાય છે.આ સિવાય મુસ્લિમ ચહેરા તરીકે આરીફ મોહમ્મદ ખાન ને મૂકી શકે છે તેઓ હાલ કેરળના ગવર્નર છે અને હંમેશા ભાજપ ની ઠાળ બનીને ઉભા રહે છે લોકોએ પણ શક્યતા દર્શાવે છે કે કોઇ નવો જ ચહેરો રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે સામે આવી શકે છે.
ચૂંટણી
આ પહેલા એક જ મહિલા રાષ્ટ્રપતિ ભારત ને મળ્યા છે તેમજ બે મુસ્લિમ રાષ્ટ્રપતિ ભારત ને મળ્યા છે જોવાનું રહેશે કે રાષ્ટ્રપતિ તરીકે કોનો ચહેરો આગળ કરવામાં આવે છે અને વિપક્ષ તે ચહેરાને સમર્થન આપે છે અથવા તેની સામે બીજો ચહેરો મૂકી ચૂંટણીમાં ઝંપલાવે છે.
વાંચો, રાજપથથી લઈ લદાખ સુધી બધે પ્રજાસત્તાકની ધૂમ. https://apnewsforyou.blogspot.com/2022/01/blog-post_26.html
No comments:
Post a Comment