સજ્જડ બંધ
આજે રાધનપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું તે માટે રાધનપુરના બજારો સજ્જડ બંધ રહ્યા હતા આ બંધના એલાનનું કારણ ચૌધરી સમાજની યુવતી પર થયેલ હુમલો તેમજ ધંધુકા ખાતે ભરવાડ સમાજના યુવાનનો હત્યાકાંડ હતો.
શું થયું હતું?
રાધનપુરમાં એક વિધર્મી માણસે ચૌધરી સમાજની યુવતી ઉપર ઘરે જઇ છરીથી હુમલો કર્યો હતો જયારે ધંધુકા ખાતે 25 જાન્યુઆરી સાંજના સમયે કિશન ભરવાડ પર બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સે ફાયરિંગ કરી તેમની હત્યા કરી હતી.
હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન
રાધનપુર થી શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલા હુમલા અને ધંધૂકા ખાતે ભરવાડ સમાજના યુવાનના હત્યાકાંડ મામલે હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન કર્યું હતું જેને બહોળો સમર્થન મળ્યું છે તેમજ આજે રાધનપુર ખાતે શંકરસિંહ ચૌધરી,ભરવાડ સમાજ અને અલ્પેશ ઠાકોર સહિત ૧૫ હજારથી વધુ લોકો એકઠા થયા હતા તેની સંપૂર્ણ જવાબદારી શંકર ચૌધરી લીધી હતી અને આ માટે જ સમગ્ર જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
વાંચો,હું અમર થઈ ગયો કહેતાંકહેતાં જ મહંત ઉકલી ગયા!!
No comments:
Post a Comment