ચીનથી ૩ અબજ ડોલરની ભીખ માંગશે પાકિસ્તાન!! - AP News

Breaking

Monday, 31 January 2022

ચીનથી ૩ અબજ ડોલરની ભીખ માંગશે પાકિસ્તાન!!

 લોન

        2018માં સત્તામાં આવ્યા બાદ ઇમરાન ખાન સતત પોતાના દેશમાં આર્થિક સંકટથી ઘેરાયા છે તે માટે અવાર નવાર તેઓ બીજા દેશો પાસેથી સહાય ની ભીખ માંગતા દેખાઈ આવે છે અને અત્યાર સુધી તેમણે ફક્ત ચીન પાસેથી ૧૧ અબજ ડોલરની લોન લઈ લીધી છે.


ભીખ માંગવાનું

        પાકિસ્તાન પાસે હાલ ફક્ત 16.1 અબજ ડોલરનું ફોરેન એક્સચેન્જ રિઝવૅ છે આ સિવાય પાકિસ્તાને  હાલ જ સાઉદી અરબથી ધણીજ કડક શરતો પર ત્રણ અબજ ડોલરનું કેસ રીઝવૅ મેળવ્યું છે ને હવે તે ૩ અને ૪ ફેબ્રુઆરીએ ચીન જઈને પોતાનો મુખ્ય હેતુ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે અને એ હેતુ બીજું કંઈ નહીં પણ 3અબજ ડોલરની ભીખ માંગવાનું છે!


દેવાળું ફૂંકાઇ જશે..

        એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન પાસે હવે ફક્ત ૧૬ પોઇન્ટ એક અબજ ડોલરનું ફોરેન એક્સચેન્જ રીઝર છે જેમાં મોટા ભાગના પૈસા ચીન, સાઉદી અરબ અને યુએઇના છે જો આ દેશો આ પૈસા કાઢી નાખશે તો પાકિસ્તાન નું તરત દેવાળું ફૂંકાઇ જશે અને સાઉદી અરબે તો  24 કલાકની અંદર જ લોન પરત લેવાની શરત પણ મૂકી છે.


નાગીન 6 ની લીડ રોલ તેજસ્વી પ્રકાશ બની બિગ બોસ 15ની વિનર

No comments:

Post a Comment