આ મારી છેલ્લી સિઝન હશે....
ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ જાહેરાત કરી છે કે તે નિવૃત્તિ લેશે.ઓસ્ટ્રેલિયન ઓપન 2022માં મહિલા ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં પરાજય બાદ સાનિયાએ નિવૃત્તિની જાહેરાત કરી અને સાનિયા મિર્ઝાએ કહ્યું કે મેં નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી સિઝન હશે.મને ખાતરી નથી કે હું સિઝન ટકી શકીશ કે નહીં, પણ હું ઈચ્છું છું કે, હું સિઝનમાં ટકી રહ્યું.
હું વૃદ્ધ થઈ રહ્યી છું....
સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે "તેના નિવૃત્તિના કેટલાક કારણો છે. તેમને કહ્યું કે મારું શરીર ઘસાઈ રહ્યું છે. મારા ઘૂંટણમાં આજે ખરેખર દુઃખાવો થઈ રહ્યો હતો અને હું એમ નથી કહેતી કે આ કારણે જ અમે હારી ગયા પરંતુ મને લાગે છે કે જેમ જેમ હું વૃદ્ધ થઈ રહ્યી છું તેમ તેમ સાજા થવામાં સમય લાગી રહ્યો છે. હવે ઉર્જા પહેલા જેવી નથી. પહેલા કરતાં ઘણા દિવસો બદલાયેલ છે સાનિયા મિર્ઝાએ પણ કહ્યું છે કે હું ત્યાં સુધી રમીશ,જયાં સુધી આપ્રક્રિયાનો આનંદ માણું છું જેની મને ખાતરી નથી , મિર્ઝાએ ઉમેર્યું કે આ સિઝનથી આગળ મને એવું લાગતું નથી કે મારું શરીર ફીટ છે.
સાનિયા મિર્ઝા...
સાનિયા મિર્ઝાએ છ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે અને ડબલ્યુટીએ ડબલ્સ રેન્કિંગની ટોચ પર પહોંચી છે. WTA સિંગલ્સ રેન્કિંગમાં ટોચના 30માં સ્થાન મેળવનાર મિર્ઝા પ્રથમ ભારતીય પણ છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સંભાવના :-
https://apnewsforyou.blogspot.com/2022/01/war-between-russia-and-ukraine.html
No comments:
Post a Comment