કેજરીવાલ દર અઠવાડીયેે ગુજરાત પ્રવાસે!!! - AP News

Breaking

Wednesday, 19 January 2022

કેજરીવાલ દર અઠવાડીયેે ગુજરાત પ્રવાસે!!!

 આમ આદમી પાર્ટી

 આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સતત ત્રણ વાર સરકાર બનાવી અને હવે આમ આદમી પાર્ટી દિલ્હીથી બહાર નીકળી બીજા રાજયોમાં પણ ચૂંટણી લડી રહી છે ને રાષ્ટ્રીય સ્તરે આગળ વધાવાનો પ્રયાસ કરી રહી છે આ જ કડીમાં ગુજરાત પણ છે અને આ જ માટે 2022 ની ચુંટણી ને લઈને કેજરીવાલ સતત ગુજરાતના પ્રવાસે રહશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.


ગુજરાત પ્રવાસે

આમ આદમી પાર્ટી હાલ પંજાબ ઉત્તરાખંડ ગોવા અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડી રહી છે ગોવા અને ઉત્તરાખંડમાં ૧૪ ફેબ્રુઆરીએ મતદાન  છે ત્યારબાદ  પંજાબમાં  ૨૦ મતદાન છે અને સુધી 10 માર્ચ આ તમામ ચૂંટણીનાપરિણામો આવશે આ ચૂંટણી ને કારણે કેજરીવાલના સિડ્યુલ ટાઈટ છે છતાં તેઓ સમય કાઢી ફોન માધ્યમથી ગુજરાત પર ધ્યાન આપી રહયાં છે   આ તમામ ચૂંટણીના પરિણામો 10 માર્ચ આવ્યા પછી કેજરીવાલ સતત ગુજરાત પ્રવાસે રહે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


મુખ્ય પક્ષ તરીકે ઉભરી શકે

જો આમ આદમી પાર્ટી આ  રાજ્યોની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરે તો શક્યતા દર્શાવવામાં આવી છે કે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી ઉભરીને આવશે અને સરકાર પણ બનાવી શકે છે  અને આજ સમય હશે જયારે  કોંગ્રેસ સૌથી નબળી પરિસ્થિતિ માં હશે અને સમગ્ર ભારતની અંદર આમ આદમી પાર્ટી મુખ્ય પક્ષ તરીકે ઉભરી શકે  તેથી જ કેજરીવાલ  આ તક છોડવા માંગતા નથી તેથી જ  તેઓ સતત પ્રયાસ કરશે કે દિલ્હીની બહાર થઈ શકે તેટલા વધુ રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવી શકે.


સંદેશો 

જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવે અથવા મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવે તો તેનું સંદેશો સમગ્ર ભારતની અંદર જાય અને શક્યતા છે કે સમગ્ર દેશની અંદર મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી સ્વીકાર્ય થાય.


રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સંભાવના :- https://apnewsforyou.blogspot.com/2022/01/war-between-russia-and-ukraine.html

No comments:

Post a Comment