ખોડલધામ એ ગુજરાતના આત્મગૌરવ નું પ્રતિક છે...
માં ખોડલ એમ તો ઘણા બધા સમાજ ની કુળદેવી છે પરંતુ માં ખોડલ લેઉવા પાટીદારોની કુળદેવી સાથે કરદેવી અને આરાધ્ય દેવી પણ છે તેમજા માં ખોડલની ભવ્યતા ની કથા દરેક ધરમાં સંભાળવા મળી જાય છે તેથી જગતજનની માં ખોડલનું ખોડલધામ એ ગુજરાતના આત્મગૌરવ નું પ્રતિક છે અને કાલે ૨૧ જાન્યુઆરી 2022એ આ ગૌરવના પ્રતિકને પાંચ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આવો જાણીએ કાલે પાટોત્સવમાં શું ખાસ છે ...
પાટોત્સવની ખાસ વાતો.....
ખોડલધામ સેવા સંસ્થાનના અધ્યક્ષ નરેશ પટેલે વિડીયો સંદેશ દ્વારા જણાવ્યું છે કે કાલે ભવ્ય પંચવર્ષીય પાટોત્સવ ઉજવવાનો છે જ્યારે તેઓ આખા ગુજરાતના પ્રવાસે હતા ત્યારે તમામ સમાજે તેમને વધાવ્યા હતા અને આ પાટોત્સવમાં તમામ પાટીદારો અને સમાજ જોડાઈને સંખ્યામાં રેકોર્ડ તોડે તેવી આશા હતી પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિને કારણે આ તમામ કાર્યક્રમોને virtually રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન એમ જ રાખવાનો નિર્ણય લેવાયો છે ધામિક કાયૅકમ સવારે 6:00 થી 10:00 સુધી સોશિયલ મીડિયા દ્વારા લોકો નિહાળી શકશે ત્યારબાદની મહાસભાને મોકૂફ રાખવામાં આવી છે અને નરેશ પટેલે એવી આશા વ્યક્ત કરી છે કે માં ખોડલ ની લાઈવ આરતી માં લોકો જોડાઈને ઓનલાઇન એક નવો રેકોર્ડ બનાવશે.
No comments:
Post a Comment