અમૃતકુંભ
દંતકથા મુજબ મામડિયાના તમામ સંતાનો સાંજે આંગણે રમતા હતા એ જ સમયે સાપે મેરખિયા ને ડંખ માર્યો અને ભાઈ મેરખિયો ને બચાવવા જાનબાઈ પાતાળમાં અમૃતકુંભ લેવા ઉતરી જાય છે અને જ્યારે જાનબાઇ પાછા ફરે છે ત્યારે તેમના પગમાં ઘણી બધી ઇજા પહોંચીલી હોય છે અને તેમને ચાલવામાં પણ તકલીફ પડતી હોય છે તેમણે પાતાળમાંથી પૃથ્વી પર લાવવા માટે મગર મદદ કરે છે તેથીજ તેમના વાહન તરીકે મગરને પૂજવામાં આવે છે જ્યારે જાનબાઇ પાછા આવે છે ત્યારે તેમની દેવળબા બોલી ઊઠે છે આતો ખોળી થઈને આવી! અમૃતકુંભ સાથે હોવાથી બધાએ તેમને દેવીનો અવતાર ગણ્યું અને તેથી જ તેમને ખોળીઆઈ તરીકે માન પામ્યા જે પછીથી ખોડિયાર તરીકે પૂજાવા લાગ્યા.
ખોડલધામ
ખોડલધામ કાગવડ ગામે આવેલું છે કે જે કાકભૂડી મહારાજની તપોભૂમિ છે ખોડલધામ બનાવવા માટે ૧૭ખાતેદાર પાસેથી ૧૦૦ એકર જમીન ખરીદીવામા આવેલી છે ખોડલધામ માટે બે લાખ ઘનફૂટ રાજસ્થાની પથ્થરનો ઉપયોગ થયો છે મંદિરમાં 600થી વધારે મૂર્તિઓ છે જે ઓડિશાના કારીગરો એ તૈયાર કરેલી છે ખોડલધામ મંદિર ૨૫૨.૫ પહોળુ ,૨૯૮.૭મી. લાંબુ અને ૧૫૯.૧મી.ઉચુ છે. આ મંદિર બનાવવામાં લોખંડ વાપરવામાં આવેલ નથી તેના જગત ભાગમાં ધરતીપુત્રોની શીલા મૂકવામાં આવેલી છે તેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે આવું કરનાર આ પહેલું મંદિર છે માં ખોડીયારની મૂર્તિનું નિર્માણ જયપુરમાં થયું છે કે જેની ઉંચાઈ ૬ ફૂટ છે અને બાકીની 20 મૂર્તિઓ અઢી ફૂટની છે.
https://apnewsforyou.blogspot.com/2022/01/blog-post_97.html
No comments:
Post a Comment