હઠયોગ થી પ્રસન્ન થઈ...
દંતકથા અનુસાર બોટાદના રોહિશાળા ગામે ચારણ જ્ઞાતિ ના મામડિયા અને દેવળબા ના ઘરે કોઈ સંતાન નહોતું અને મામડિયા ને રાજા શૂલ બંને ગાઢ મિત્રો હતા અને રાજાના મંત્રીઓને આ મિત્રતા ગમતી નથી તેથી મંત્રીઓએ રાજાને મામડિયા વિષે ખોટી છાપ ઉભી કરીને કહ્યું કે આવા બાજ છે અને જો એની છાયા તમારા પડશે તો તમારા કુળમાં પણ કોઈ નો જન્મ નહીં થાય જ્યારે આ વાત મામડિયા ને ખબર પડી તો તેને ખૂબ જ દુઃખ થયું અને તે શિવજી પાસે જઈને હઠયોગ કરવા લાગ્યો આ હઠયોગ થી પ્રસન્ન થઈ અંતે શિવજી કહે છે મામડિયા તમારા જીવનમાં સંતાનસુખ નથી પરંતુ હું પાતાળલોકમાં જવું છે નાગરાજ ને નાગરાણી નેવિનંતી કરું છું કે તેઓ તમારા ઘરે આવી જન્મ લે.
મહા સુદ આઠમે...
ત્યારબાદ મામડિયા ના ધરે સાત દિકરી અને એક દિકરાનો જન્મ થાય છે અને સાત દિકરીમાં છઠ્ઠા સંતાન તરીકે મા ખોડીયાર જન્મ લે છે મા ખોડલનો જન્મ મહા સુદ આઠમે થયો હતો જ્યારે તેઓ જન્મ્યા ત્યારે તેમનું નામ જાનબાઈ હતું.
રાજાને અકાલ મૃત્યુ થી બચાવીયા...
જ્યારે રાજાને ખબર પડે છે મારા મિત્રના ત્યાં સાત દીકરી અને દીકરા નો જન્મ થયો છે ત્યારે તે ત્યાં મળવા જવાનું નક્કી કરે છે પરંતુ આ વાત મંત્રીઓને ગમતી નથી અને તેથી રાજા ને મારી નાખવા વિષની મીઠાઈઓ બનાવી દે છે જ્યારે રાજા માં ખોડલ ને ખોળામાં લે છે ત્યારે મારા રાજા ના માથે આશીર્વાદ આપે છે અને ઝેરી મીઠાઈઓ ગાયબ થઈ જાય છે અને મા રાજાને અકાલ મૃત્યુ થી બચાવી લે છે અને પોતાની ભવ્યતાનો પ્રતીક આપે છે.
કેવી રીતે બન્યા માં ખોડલ લેઉવા પટેલ ની કુળદેવી અને ક્યાં ૫ વરદાન થી સમૃદ્ધ છે પટેલ
No comments:
Post a Comment