કુળદેવી
દંતકથા અનુસાર જ્યારે પાખંડી ધુતારા ને મારવાલેઉવા પટેલ જાય છે ત્યારે માં ખોડીયાર ત્યાં પ્રગટ થાય ને કહે છે કે આને મારી નાખશો તો બાકી ના લોકો આને દેવ બનાવી દેશે, મેં આની તમામ શક્તિઓ છીનવી લીધી છે આને પામળ મનુષ્ય બનાવી દીધો છે અને આની સજા એ છે કે આ જીવતો રહે માં ખોડીયારની આજ્ઞાનુસાર પરષોત્તમ પટેલ દુષ્ટ અધમી ધુતારાને જીવતો મૂકી દે છે અને એ સમયે માં રાજી થાય છે અને કહે છે હે પરષોત્તમ પટેલ તમે મારી આજ્ઞાનું પાલન કર્યું તમે માંગો તમને શું જોઈએ છે ત્યારે પરષોત્તમ પટેલ માંગે છે કે હે માં તમે જગતજનની છો તમે આજ દિનથી અમારા કુળ ના કુળદેવી તરીકે વિરાજમાન થાઓ માં આ વાતનો સ્વીકાર કરે છે અને કહે છે કે આજ સુધી બધા મને જોગમાયા કષ્ટ હરનારી તમેજ જુદા જુદા નામથી બોલાવતા હતા આજથી તમારા માટે હું કુળદેવી તરીકે બિરાજમાન થઈશ.
પાંચ વરદાન
માં લેઉવા પાટીદાર ની એકતા, સમાજસેવા થી પ્રસન્ન થઈને લેઉવા પાટીદારોને પાંચ વરદાન આપ્યાં કે જ્યાં સુધી તમે ધરતી ના દિકરા થઈને રહેશો ત્યાં સુધી ધરતી તમારી રહેશે કોઈપણ કાળમાં તમારો સમાજ ને હંમેશા મોટા મળશે તમારા આંગણે હંમેશા લક્ષ્મી વિરાજમાન રહેશે હું તમારા ત્યાં ગાડા પર બેસીને આવી છું એટલે જમાના નું છેલ્લું યંત્ર પણ તમારા ઘરે જ હશે કોઇ પણ વિકટ સમસ્યામાં તમે જો તમે મને યાદ કરશો તો હંમેશા તમારી સાથે જ રહીશ.
નિવેધ
માં ને પૂછવા માં આવ્યું કે તમે ક્યાં નિવેધ મૂકવાથી તમે પ્રસન્ન થશે તો મા કહે છે કે મને કોઈ વસ્તુની જરૂર નથી પરંતુ જો મહા સુદ આઠમે અથવા તો આષો સુદ આઠમે જ્યારે મારા નોરતા છે ત્યારે સવા મુઠ્ઠી ઘઉં ની લાપસી અને સવા મુઠી તલ નો તલવડ મને ધરાવવામાં આવશે અને સંપૂર્ણ પરિવાર સાથે બેસીને ભોજન લેશે તો હું રાજી થઇશ આ સાથે તમે મને કાળી ચૌદસના દિવસે યાદ કર્યા છે તેથી આ નિવૈધ હવે તમે કાળી ચૌદશ એ પણ ધરાવી શકો છો.
માં ખોડલનો ભવ્ય પાટોત્સવ https://apnewsforyou.blogspot.com/2022/01/blog-post_40.html
No comments:
Post a Comment