મોદીનો બેટી પટાઓ નિવેદન વાઇરલ : ભાજપનું IT સેલ લાચાર!! - AP News

Breaking

Thursday, 20 January 2022

મોદીનો બેટી પટાઓ નિવેદન વાઇરલ : ભાજપનું IT સેલ લાચાર!!

મોદીની આલોચના!

        બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આયોજિત આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વણિમ ભારત કી ઓર કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સંબોધન કરતા જીભ લપસી પડી અને બેટી બચાવ બેટી પઢાવ ની જગ્યાએ પ્રધાનમંત્રી મોદીએ બેટી બચાવો, બેટી પટાઓ કહ્યું આ નિવેદન સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ ગયું અને ચારે બાજુથી મોદીની આલોચના શરૂ થઈ ગઈ તો આવો જાણીએ કે સોશિયલ મીડિયા યુઝર્સ મોદી વિશે શું કહ્યું...


ભાજપનું IT સેલ લાચાર!

        લોકોએ કહ્યું કે મોદીજીને ફરીથી એકવાર ટી.પી. ધોકો આપી દીધો એક યુઝર્સ એમ પણ લખ્યું કે લાગે છે સાહેબ હોશ ખોઈ બેઠા છે ઘણા બધા યુઝર્સે મોદીને troll કરતાં કહ્યું મોદી માં થોડા દિવસથી કઈ તકલીફ લાગે છે સાથે જ ઘણા બધા યુઝર્સ આ પણ પૂછતા જોવા મળ્યા કે શું આ સાચું છે તો મોદી આવું નિવેદન કર્યું અને દરેક નેતા ની નાની નાની વાતને પકડી વાયરલ કરનાર ભાજપની it સેલ આ મુદ્દે લાચાર જોવા પણ મળી અને સાથે બચાવ માટે પ્રયત્ન કરતા જોવા મળી...


મોદી ટીપી વગર એક શબ્દ બોલી શકતા નથી!!

        આ પહેલા પણ ગઈકાલે વલ્ડૅ ઈકોનોમિક ફોરમમાં  ટેકનીકલ ખામીને કારણે મોદી બોલી શક્યા ન હતા જેના કારણે વિપક્ષે અને સોશિયલ મીડિયા યુઝર્સે તેમને આડે હાથે લીધા અને લોકો એ કહ્યું કે આ શરમની વાત છે કે મોદી ટીપી વગર એક શબ્દ પણ બોલી શકતા નથી...


ભૂલ અને ફરજ

        માણસ માત્ર ભૂલને પાત્ર તમામ લોકોને આ વાત ત્યારે જ ખબર પડે છે જ્યારે પોતાના પર વીતે છે અને જ્યારે પોતે આનો સામનો કરવો પડે છે  બોલવામાં ભૂલ થવી એ કોઇ મોટી વાત નથી પરંતુ આ વાત બધા માટે લાગુ થાય છે તે સમજવું તમામ રાજનીતિક પાર્ટીની ફરજ છે...


ખોડલધામએ ગુજરાતના આત્મગૌરવનું પ્રતિક છે..   https://apnewsforyou.blogspot.com/2022/01/blog-post_40.html

No comments:

Post a Comment