પ્રતિક્રિયા
ધંધુકાના કિશન ભરવાડ મર્ડર કેસનો વ્યાપ ધીમે ધીમે વધતો જઈ રહ્યો છે અને આખા દેશમાં ચર્ચાતો મુદ્દો બન્યો છે તેમજ તમામ લોકો આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી રહ્યા છે અને પૂરજોશમાં તેની નિંદા થઈ રહી છે અને આ જ મુદ્દે કંગના રૈનેત પણ પ્રતિક્રિયા આપી છે આવો જાણીએ તેણે શું કહ્યું?
ફેસબુક પર એક લાંબી પોસ્ટ
બોલિવૂડ સેલિબ્રિટી કંગના રૈનેત ફેસબુક પર એક લાંબી પોસ્ટ લખી ને કહ્યું કે, ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા મસ્જિદ તથા મૌલવીએ આયોજનબદ્ધ રીતે કરી છે, કારણ કે તેઓ વિચારતા હતા કે ભગવાનને આ પોસ્ટ નહીં ગમે અને તેમણે ભગવાનના નામે તેને મારી નાખ્યો. આપણે કોઈ મધ્ય યુગમાં જીવતા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કિશન માંડ 27 વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી હતી. તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તેમ કર્યું હોવા છતાંય ચાર માણસોએ તેની ઘાતકી હત્યા કરી નાખી. તે શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યુ પામ્યો છે, આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનાવતા અટકાવી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જ જોઈએ. ઓમ શાંતિ.
પડઘમ
બોલિવૂડની સેલિબ્રિટીઝ કંગના રૈનેત પહેલી એવી હિરોઈન બની છે કે જેને આ મુદ્દે નિવેદન આપ્યું છે જ્યારે આ મુદ્દે અને છેલ્લા ચાર દિવસથી જુદા જુદા હિંદુ સંગઠનો દ્વારા બંધનું એલાન કરવામાં આવી રહ્યો છે જેના પડઘમ આખા રાજ્યની અંદર સંભળાઈ રહ્યાં છે.
No comments:
Post a Comment