મેયરની જાહો જલાલી
સુરત મહાનગર પાલિકા પાસે પૈસાની અછત હોવાને કારણે નગરપાલિકાએ પોતાની પ્લોટ ની જગ્યા વેચવા માટે પ્રસ્તાવ કર્યો હતો પરંતુ બીજી બાજુએ નગરપાલિકા માં ખુલ્લેઆમ પૈસા વેડફાઈ રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે સુરત ના મેયર માટે અઢી લાખ રૂપિયા ના વાસણ ખરીદવામાં આવ્યા તેવું એક આરટીઆઇ રિપોર્ટમાં દાવો કરવામાં આવેલ છે આવો જાણીએ સુરત ના મેયરની જાહો જલાલી માટે કઈ રીતે પૈસા વેડફી રહ્યા છે!
ભ્રષ્ટાચાર અથવા ગેરનીતિનો આરોપ
આમ આદમી પાર્ટી દ્વારા સુરતના કમિશનર ને પત્ર લખી વિરોધ કરવામાં આવ્યો છે અને સામાન્ય સભા ની અંદર તેમજ બહાર મુદ્દો ઉપાડ્યો છે સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ ભાઈ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે સુરતના મેયર ટેક્સના પૈસે જાહો જલાલી કરી રહ્યા છે અને ફાલતુ ખર્ચ કરી રહ્યા છે તેમનું એ પણ કહેવું છે કે વાસણ ના નામે સુરત નગર પાલિકામાં ભ્રષ્ટાચાર અથવા ગેરનીતિ કરવામાં આવી રહી છે તેઓએ આ મુદ્દે તપાસની માંગ કરી છે.
પૈસા આમ જ વેડફાઈ...
આ પહેલાં પણ સુરત મહાનગર પાલિકાએ તમામ કોર્પોરેટરોને આઈફોન વેચ્યા હતા સાથે મોંઘી ખુસી તેમજ પેઇન્ટિંગ ખરીદવાનો મુદ્દો પણ વિવાદમાં આવ્યો હતો અને હવે વાસણ નો મુદ્દો ખૂબ જ વધી રહ્યો છે જોવાનું રહેશે કે આ મુદ્દાનો કોઈ નિષ્કર્ષ નીકળે છે અથવા જનતાના પૈસા આમ જ વેડફાઈ રહે છે અને થોડા દિવસ પછી આ મુદ્દો બીજા મુદ્દા ની જેમ ભુલાઈ જવાય છે?
No comments:
Post a Comment