અંગ્રેજોને પોતાની ધાખથી ડરાવી નાખનાર
તમે મને લોહી આપો હું તમને આઝાદી અપાવીશ ના નારા આપનાર સ્વતંત્ર સેનાની અને વીર પુરુષ સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતિ છે સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજી ના વિચારો પ્રત્યક્ષ રીતે કદી મળતા ન હતા પરંતુ હંમેશા તેઓ એકબીજાના પ્રશંસક રહ્યા હતા નેતાજી નું માનવું હતું કે ફક્ત અહિંસા ના રસ્તે ચાલી આઝાદી મેળવી શકાય નહી આઝાદી માટે થોડા બલિદાન આપવા પડે અને લેવા પડે અને આ જ કારણ થી અંગ્રેજો તેમનાથી ડરતા હતા તો આવો જાણીએ અંગ્રેજોને પોતાની ધાખથી ડરાવી નાખનાર મહા પુરુષ સુભાષ ચંદ્ર વિષે.
સ્વરાજનો ઉદ્દેશ હતો આઝાદી
સુભાષચંદ્ર બોઝ નો જન્મ 23 જાન્યુઆરી 1877 ઓરીસ્સાના કટક જિલ્લામાં થયો હતો તેમનું પ્રાથમિક તેમજ કોલેજનો અભ્યાસ ઓરિસ્સા થી થયેલો ત્યારબાદ તેઓએ કોલકાતાથી આગળનું ભણતર કયું પિતાના દબાણને કારણે ઇંગ્લેન્ડના કામરેજમાં જઈ તેમણે ભણતર કર્યું અને ઇન્ડિયન સિવિલ સર્વિસથી પરીક્ષા આપી સમગ્ર ભારતમાં ચોથા ક્રમાંકે રહ્યા પરંતુ આઝાદીની લડત માટે તેઓએ આ નોકરી સ્વીકારી નહીં અને પોતાનું ન્યૂઝ પેપર શરૂ કર્યું તેમના ન્યૂઝ પેપર નું નામ હતું સ્વરાજ અને તેનો ઉદ્દેશ હતો આઝાદી.
આઝાદ હિંદ ફોજ
૧૯૨૩માં નેતાજી ઓલ ઇન્ડિયા યૂથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ બન્યા ત્યાર બાદ ૧૯૨૭માં તેઓ કોંગ્રેસના જનરલ સેક્રેટરી બન્યા ૧૯૩૩માં તેઓ યુરોપ ગયા અને પાર્ટીને મજબૂત કરી જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે તેમને કોંગ્રેસના પ્રેસિડેન્ટ બનાવવા આવ્યા જ્યારે તેઓ યુરોપમાં હતા ત્યારે તેમણે indian struggle પુસ્તકનું વિમોચન કર્યું કે જેને તે સમયે ની બ્રિટિશ સરકારે બેન કર્યુ ગાંધીજી અને બોઝના વિચારો મળતા ન હોવાથી તેમણે રાજીનામું આપ્યું પછી તેઓ દુનિયાભરમાં ફરી ફરીને ભારતના સમર્થનની માંગ કરી અને જાપાનથી સમર્થન મેળવી આઝાદ હિંદ બોઝ ની સ્થાપના કરી પરંતુ બીજા વિશ્વ યુદ્ધમાં જાપાની હાર થઈ તેથી જાપાનની આર્થિક મદદ થી બનાવેલ આઝાદ હિંદ ફોજ બંધ થઈ આજ સમયે સુભાષચંદ્ર બોઝે નારો આપ્યો તમે મને લોહી આપો હું તમને આઝાદી અપાવીશ.
શ્રદ્ધાંજલિ
સુભાષચંદ્ર બોઝ ઘણા મોટા સમય સુધી જેલમાં પણ રહ્યા 1927 ,1930,1932 આ તમામ સમયે સુભાષચંદ્ર બોઝ એ કારગાસમાં વિતાવ્યો અને ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ માં વિમાન દુર્ઘટના સમયે આ મહાન સ્વતંત્ર સેનાનીનું મૃત્યુ થયું.આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી છે અને આ પસંગે apnewsforyouસુભાષ બોઝ ને શત્ શત્ શ્રદ્ધાંજલિ આપે છે.
ગેરકાયદેસર વિદેશ જતા પહેલા વિચારજો!!!! https://apnewsforyou.blogspot.com/2022/01/blog-post_22.html
No comments:
Post a Comment