દટાયેલા નિવેદન તમામ પાર્ટીઓ આપે છે
હંમેશની જેમ બજેટ આવે છે ત્યારબાદ દટાયેલા નિવેદન તમામ પાર્ટીઓ આપે છે પક્ષમાં રહેલી સરકાર તેને મહાન ગણાવે છે જ્યારે વિપક્ષમાં રહેલી સરકાર ને તે બજેટમાં કંઈ દેખાતું નથી પરંતુ આમ આદમી માટે બજેટ શું છે અને રાજનીતિ છોડીને તેને બજેટથી શું મળ્યું છે તે જાણવાનો પ્રયાસ કરીએ..
1.ઇન્કમટેક્સમાં ઘટાડા થવાની મધ્યમ વર્ગની આશા નિષ્ફળ નીકળી બજેટે ઇન્કમટેક્સમાં કોઇ રાહત આપી નહીં.
2.ડિજિટલ કરન્સી લીગલ થઈ ગઈ અને તેમાં ૩૦ ટકાનો ટેકસ તેમજ એક ટકા નું TDS લગાડવામાં આવ્યું.
3.નાણામંત્રીએ ત્રણ વર્ષની અંદર 400 નવી પેઢીની વંદે માતરમ ટ્રેન શરૂ કરવાનું લક્ષ્ય મૂક્યું વંદે માતરમ ટ્રેનની સ્પીડ ૧૮૦ કિલો મીટર હોય છે.
4.રત્ન, આભૂષણો અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર ટેક્સ ઘટાડો કરવામાં આવ્યો અને પાંચ ટકા જીએસટી માં મૂકવામાં આવ્યું.
5.મોટા ઉદ્યોગો અને એમ.એસ.એમ.ઈ માટે 5.54 લાખ ની જોગવાઈ વધારીને ૭.૫૫ લાખ કરોડની કરાઈ.
6.કોર્પોરેટ ટેક્સ 18 થી ઘટાડીને૧૫ ટકા કરવામાં આવ્યો.
7.એમ.એસ.એમ.ઈ માટે 6 હજાર કરોડની જોગવાઈ કરાઈ જ્યારે પીએમ વિદ્યાનો વ્યાપ વધારવા 200 ચેનલો શરૂ કરવાનું લક્ષ્ય રખાયો.
8.ગરીબો માટે 80 લાખ પ્રધાનમંત્રી આવાસ બનાવવાની વાત કરવામાં આવી.
9.પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત 25 હજાર કિલોમીટર રોડ બનાવવાનો આગ્રહ રખાયો.
10.અંતે સરકારે 60 લાખ લોકોને નવા રોજગાર સર્જન કરવાની પહેલ કરી જે ગયા વખતે બે કરોડની હતી.
કેનેડાના પ્રધાન મંત્રી જસ્ટીસ ટુડો ને અંડરગ્રાઉન્ડ. https://apnewsforyou.blogspot.com/2022/02/blog-post.html
No comments:
Post a Comment