વિવાદ
હંમેશા પોતાના નિવેદનથી વિવાદ માં રહેતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરીથી તેમના નિવેદનને કારણે વિવાદના રવાડે ચડયા છે તો ચાલો જાણીએ કે નીતિન પટેલે શું નિવેદન કર્યું અને કેમ નિવેદન વિવાદમાં ફેરવાયું?
પ્રજા કોના પાસે આશા રાખે?
નીતિન પટેલ સરદાર ધામમાં આયોજિત કાર્યક્રમમાં નિવેદન આપ્યું કે અહીં લોકો ને તકો ઉપલબ્ધ થતી નથી અહીં તેમનું ભવિષ્ય ઉજળું નથી મહેનત કરવા છતાં અને અભ્યાસ કરવા છતાં કોઈ ને સારી પોઝિશન પ્રાપ્ત થતી નથી તેથી જ લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા અને કેનેડા જવાનો પ્રયાસ કરે છે નીતિન પટેલના નિવેદન બાદ ચર્ચા થઈ રહી છે કે જેઓ પોતે પોતાની 25 વર્ષની સરકારમાં 21વર્ષ મંત્રી રહ્યા હોય અને આવી વાત કરતા હોય તો યુવાનો અને પ્રજા કોના પાસે આશા રાખે?
ધરપકડ
કેનેડા યુએસ બોર્ડર પર ઠંડીને કારણે એક જ ગુજરાતી પરિવારના ચાર સભ્યોના મોત થયા કે જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં જવવાનો પ્રયાસ કરી રહ્યા હતા આ સાથે અન્ય સાત ગુજરાતીઓની યુએસ પોલીસે ગેરકાયદેસર રીતે ધુષણ ખોરી મામલે ધરપકડ કરી છે આજ વાતનું ઉદાહરણ આપીને બોલતા સમયે નીતિન પટેલ ફસાયા હતા.
વાંચો,
અમેરિકા કેનેડા સરહદે ચાર ગુજરાતીઓના મોત!!!!
No comments:
Post a Comment